ગુજરાતમાં ફરી એકવાર સરકાર બનવા જઇ રહી છે પાસના હાર્દિક પટેલ, જીગ્નેશ મેવાણી અલ્પેશ ઠાકોરની મહેનત કરવા છતાં ભાજપ છઠ્ઠીવાર સત્તા ઉપર આવી રહી છે. ભાજપને 12-13 સીટો ઉપર નુકશાન થયુ છે પણ ગુજરાતમાં ભાજપની સત્તા જ રહેશે.
1. મોદી ગુજરાતની અસ્મિતાના પ્રતિક બની ગયા છે. રાજ્યના લોકો ગર્વ કરે છે કે તેમની વચ્ચે ગુજરાતના પ્રધાન મંત્રી ગુજરાતી છે. ત્યારે મોદીએ ગુજરાતીઓને પોતાના દિકરાને જીતાડવા અપીલ કરી હતી. ત્યારે ગુજરાતની અસ્મિતાને બચાવવા ગુજરાતના લોકોએ ભાજપના લોકોને સાથ આપવો.
2. રાહુલ ગાંધીએ ખૂબ મહેનત કરી લોકોનો વિશ્વાસ જીતવાનો પણ હિન્દી ભાષીએ ગુજરાતી સાથે ક્નેક્ટ નથી થઇ શક્યા રાહુલ ગાંધી હિન્દીમાં ભાષણ આપી રહ્યા હતા.જ્યારે મોદીની તુલનામાંના આવી શક્યા.
3. પાટીદારો સાથે જોડાઇને જાતી કાર્ડ રમવાની કોશીશ કરી હતી. જ્યારે અલ્પેશ ઠાકોર અને જીજ્ઞેશ મેવાણી તો જીતી ગયા પણ એ કાંઇ મોટી અસર નહીં દેખાડી શકે.
4. મણિશંકર અય્યરે પીએમ મોદી ઉપર નીચના બાણ ચલાવવા થી લોકોમાં રોષ જોવા મળી રહ્યા છે. અને રામમંદિરના મામલાને લઇને પણ વિવાદ થઇ રહ્યો હતો.
5. કોંગ્રેસ કોઇ સીએમનો ચહેરો ખાસ જાહેર નથી કરી શક્યો સીએમ રૂપાણી સામે કોઇ લડી નથી શક્યા અને ટક્કર સીધી મોદી અને રાહુલ વચ્ચે એટલે રાહુલ ટકીના શક્યા.
6. રાજ્યના લોકો ભલે ભાજપથી નારાજ હોય તેમ છતા તે રાહુલ ઉપર ભરોસો ના કરી શક્યા કોંગ્રેસ પાર્ટીને કેટલા રાજ્યોમાં હારનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી તે લોકોમાં વિશ્વાસ નથી લાવી શક્યા.
7. ધર્મને લઇને પણ ક્યાંક ને ક્યાંક વિવાદ જોવા મળી રહ્યો છે. ત્યારે મણિશંકર અય્યરનો ખુલાસો સામે આવ્યો કે મોદી ખૂબ ચાલાકીથી પ્રચાર કરે છે.
8. કોંગ્રેસનો પ્રચાર શરૂઆતમાં ખૂબ તેજીથી જોવા મળ્યો હતો જ્યારે મોદીએ તેમની ઝડપ વધારી ત્યારે રાહુલની ઝડપ ઘટી ગઇ. જ્યારે કોંગ્રેસના વિકાસ ગાંડો થયો છે ના અભિયાનને પણ લોકો સ્વીકાર ન કર્યો ગુજરાતના લોકોને વિકાસ ઉપર ભરોસો છે.
9. ગુજરાતના વેપારી લોકો જીએસટી અને નોટબંધીથી પરેશાન હતા. પણ જ્યારે ભાજપને છોડવાની વાત આવી તો છોડીના શક્યા.
10. ચુંટણી દરમિયાન રાહુલ ગાંધીના મંદિર મંદિર ફરવાનું અને જનોઇધારી કહેવા પર લોકોને રસ ન પડ્યો અને હિંદુકાર્ડ રમતો નજરે પડ્યો, ત્યારે કોંગ્રેસની ચાલ લોકોના મનમાં કોઇ અસર ન કરી શકી.