મુંબઈ : દેશભરમાં મંગળવારે દશેરાનો તહેવાર ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવ્યો હતો. બોલિવૂડમાં પણ ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. સેલેબ્સે વિજયાદશમીની સોશિયલ મીડિયા પર શુભકામના પાઠવી હતી. અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ પણ પોતાના ઘરે દશેરાનો તહેવાર ઉજવ્યો હતો.
ઈન્સ્ટાગ્રામ પર તેણે રાવણ દહનનો એક વીડિયો શેર કર્યો છે. શિલ્પાના પુત્ર વિઆન અને પતિ રાજ કુંદ્રાએ ધનુષથી રાવણ દહન કર્યું હતું. શિલ્પાએ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે- ઘણા અસફળ પ્રયાસો પછી … મારા રામ રાજ કુંદ્રાએ રાવણને હરાવ્યો (ઘરેલું કાગળ વડે બનાવેલો રાવણ). બધાને દશેરા ની શુભકામના. આ તહેવાર બધી નકારાત્મકતાઓ દૂર કરે અને દરેકના જીવનને પ્રેમ અને સફળતાથી ભરી દે.”
ઉલ્લેખનીય છે કે, શિલ્પા શેટ્ટી દરેક તહેવારને ખૂબ ધામધૂમ પૂર્વક ઉજવે છે. આ અગાઉ જન્માષ્ટમીમાં મટકી ફોડ અને ગણોશ ઉત્સવ પણ ઉજવ્યો હતો. ત્યારબાદ નવરાત્રીમાં મા દુર્ગાની સ્થાપના કરી હતી. શિલ્પાએ તેના ઘરમાં છોકરીઓને ભોજન પણ કરાવ્યું હતું. આ દરમિયાન તેનો પુત્ર પણ તેની સાથે હતો.