મુંબઈ : એકતા કપૂરના અલૌકિક શો ‘નાગિન’ની ચોથી સીઝન સમાચારોમાં રહી છે. શોમાં નવા ટ્વિસ્ટ જોવા મળી રહ્યા છે. પરંતુ નાગિન 4 ને શરૂ થયાને હજી એક મહિનો નથી થયો અને એકતા કપૂરે ‘નાગિન 5’ માટે પણ ઓડિશન્સ લેવાનું શરૂ કર્યું છે.
એકતાએ ‘નાગિન 5’ માટે ઓડિશન લીધું ?
ખરેખર, એકતા કપૂર તેના મિત્રો સાથે વેકેશન પર છે. તે વેકેશનથી ફોટા અને વીડિયો શેર કરી રહી છે. હવે એકતાનો એક ફની વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એકતા કપૂર કરિશ્મા તન્ના, અનિતા હસનંદાની અને રિધિમાં પંડિત સાથે સ્વિમિંગ પૂલમાં એન્જોય કરી રહી છે.