બૉલીવુડની અભિનેત્રી શ્રીદેવી વીશે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી હતી, તેણે એવો દાવો કર્યો હતો કે શ્રીદેવી પોતાની જાતને યુવાન રાખવા માટે ભારે દબાણ હેઠળ હતા.આ માટે, શ્રીદેવીએ પ્લાસ્ટિક સર્જરીનો સહારો લીધો હતો પ્લાસ્ટિક સર્જરી શ્રીદેવીના મૃત્યુનું કારણ પણ બન્યું હતું.અાવા સમાચારો ચર્ચાતો અેકતા કપૂરે સણસણતો જવાબ અાપ્યો છે.એકતા કપૂરે જેમણે આ પોસ્ટ કરી છે તેમની સામે ગુસ્સો વ્યક્ત કર્યો છે.
એકતા કપૂરે ટ્વિટ કર્યું અને કહ્યું, “ખરાબ વિચારસરણીવાળાઅો કૃપા કરીને (મારા ડૉક્ટરે મને કહ્યું હતું કે) એક વખત કહ્યું હતું કે વસતીના એક ટકામાં કોઈને હૃદયની ગંભીર બીમીરી નહોવા છતા કાર્ડિયાક અેટેક અાવી શકે છે. નસીબમાં જે લખ્યુ હોય તે જ થાય છે, અાવી કોઈની વાતો કરતા પહેલા વિચારવુ જોઈએ. અેક માનવતાની દૃષ્ટીએ અા સારુ નથી લાગતુ જે અા ફાની દુનિયા છોડી જતુ રહ્યુ છે તેના વીશે કંઇ પણ કહેતા પહેલા એક વાર વિચારવુ જોઈએ.
સ્ત્રીને સૌદર્યવાન બનવું ગમે છે અને તેમાં કંઈ ખોટુ પણ નથી. પોતાના શરીર સાથે જોડાયેલા નિર્ણયો કરવા કોઈની પરમિશનની શી જરૂર અથવા તો સારુ કે ખરાબ કહેનાર અાપણે કોણ તે અેટલી જ સક્ષમ છે જેટલા નિર્ણય એક પુરૂષ કરી શકે છે.