Emergency: કંગના રનૌતની ફિલ્મને કેમ ન મળી હાઈકોર્ટમાંથી રાહત, ફિલ્મ 6 સપ્ટેમ્બરે રિલીઝ નહીં થાય.
Kangana Ranaut ની ‘Emergency’ ને હાઈકોર્ટમાંથી પણ કોઈ રાહત મળી નથી. ફિલ્મ સેન્સર સર્ટિફિકેટ મેળવી શકી નથી અને હવે તેની રિલીઝ ઓછામાં ઓછા બે અઠવાડિયા માટે મોકૂફ રાખવામાં આવી છે.
Kangana Ranaut ની ‘ઇમરજન્સી’ વિવાદોમાં ઘેરાયેલી છે. હકીકતમાં, શીખ સંગઠનોએ તેની રિલીઝનો વિરોધ કર્યો છે અને તેના પર પ્રતિબંધ મૂકવાની પણ માંગ કરી છે. વિવાદના કારણે આ ફિલ્મને સેન્સર બોર્ડ દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવ્યું નથી જેના કારણે તેની રિલીઝ અટકી ગઈ છે. આ ફિલ્મ 6 સપ્ટેમ્બરે રિલીઝ થવાની હતી. હવે કંગના રનૌતની ફિલ્મ ‘ઇમરજન્સી’ને આજે બોમ્બે હાઈકોર્ટ તરફથી કોઈ રાહત મળી નથી.
Kangana Ranaut ની ‘Emergency’ને હાઇકોર્ટમાંથી પણ રાહત મળી નથી
જણાવી દઈએ કે ફિલ્મ ‘ઇમર્જન્સી’ના કો-પ્રોડ્યુસર ઝી એન્ટરટેઇનમેન્ટ એન્ટરપ્રાઇઝિસે બુધવારે બોમ્બે હાઇકોર્ટનો સંપર્ક કર્યો હતો અને ફિલ્મની રિલીઝ અને સેન્સર સર્ટિફિકેટની માંગ કરી હતી. અને સેન્સર બોર્ડને સર્ટિફિકેટ ઇશ્યુ કરવા સૂચના આપવાની માંગ કરી હતી, જેથી ફિલ્મની રિલીઝનો રસ્તો સાફ થઈ શકે. પરંતુ ‘ઇમરજન્સી’ને હાઇકોર્ટમાંથી પણ રાહત મળી નથી. કોર્ટે અરજીની સુનાવણી કરતા કહ્યું કે તે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC)ને ફિલ્મના નિર્માતાઓને પ્રમાણપત્ર આપવાનું કહી શકે નહીં કારણ કે તે મધ્યપ્રદેશ હાઈકોર્ટના આદેશનો વિરોધાભાસ કરશે.
Kangana Ranaut ની ‘Emergency’પર ક્યારે આવશે નિર્ણય?
હાઈકોર્ટે હવે સીબીએફસીને 18 સપ્ટેમ્બર સુધીમાં સર્ટિફિકેટ પર નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો છે. આ પછી 19 સપ્ટેમ્બરે કોર્ટમાં અરજી પર ફરીથી સુનાવણી થશે. જણાવી દઈએ કે જબલપુર હાઈકોર્ટ દ્વારા આ ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.