બૉલિવૂડ અભિનેત્રી અને એનઆરઆઇ ઇશા શેરવાનીની સાખે લાખો રૂપિયાની છેતરપિંડીના મામલામાં દિલ્હી પોલીસની સ્પેશ્યિલ સેલે ત્રણ લોકોની ધરપકડલ કરી છે. પોલીસે એક નકલી કૉલ સેન્ટર પર દરોડા કરી માલિક વેસ્ટર્ન યુનિયન બેન્કના એક એજન્ટ અને એક અન્ય શખ્સની ધરપકડ કરી છે.
ઇશા શેરવાની એસ્ટ્રેલિયામાં રહે છે જેને ઓસ્ટ્રેલિયાના જ કેટલાક મોબાઇલ નંબરથી ફોન કરવામાં આવી રહ્યો હતો. ફોન કરનાર શખ્સ પોતે ઓસ્ટ્રેલિયાનો ટેક્સ અધિકારી હોવાનું જણાવીને ઇશાથી ફોન પર વાત કરતો હતો અને ટેક્સ ન ભરવાના કોટા ફોન કરી છેતરપિંડી કરી રહ્યો હતો.
આ મામલામાં પોલીસે ત્રણ ગુનેગારોની ધરપકડ કરી છે અને પોલીસ આ લોકોની પુછપૂરછ કરી રહી છે આ રેકેટના બાકી લોકોની હાલ પોલીસ તપાસ કરી રહી છે.