મુંબઈ : આ દિવસોમાં સલમાન ખાન ‘દબંગ 3’ ના પ્રમોશન અને તેના સૌથી કોન્ટ્રોવર્ટેડ શો ‘બિગ બોસ 13’ માં વ્યસ્ત છે. પરંતુ દબંગ 3 ની રજૂઆત પહેલા જ સલમાન ખાન તેની આગામી ફિલ્મ રાધેના શૂટિંગમાં વ્યસ્ત છે.
જ્યારે સલમાન ખાનએ થોડા દિવસો પહેલા ફિલ્મની ઘોષણા કરીને તેના ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા, હવે આ ફિલ્મના નિર્માણમાં તે જોતરાઈ ગયા છે. બે દિવસ પહેલા આ સ્ટાર કાસ્ટ પણ મુર્હુત શોટ સાથે બહાર આવી હતી અને હવે સલમાને સોશિયલ મીડિયા પર પહેલા દિવસના શૂટિંગનો વીડિયો શેર કરીને સનસનાટી મચાવી દીધી છે.