મુંબઈ: જ્યારે પણ અભિનેતા સૈફ અલી ખાનનો પુત્ર તૈમુર અલી ખાન કેમેરા સામે આવે છે ત્યારે તેની ક્યુટનેસ જોઇને દરેક તેના ચાહક બની જાય છે. આ વખતે પણ આવું જ કંઈક થયું. ફરી એકવાર નાના નવાબે તેની ક્યૂટ એન્ટિક્સથી દરેકનું હૃદય જીતી લીધું. તાજેતરમાં તૈમૂર તેની બહેન ઈનાયા ખેમુ સાથે મળી ફરવા નીકળ્યો હતો. તે સમય દરમિયાન, તૈમૂર પેપરાઝીને જોઈને રાડો પાડવા લાગ્યો હતો. આ સાથે તેણે કેટલાક ક્યૂટ પોઝ પણ આપ્યા હતા.
તૈમૂર અલી ખાન ક્યૂટ વીડિયોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પોતાના પિતા સૈફ અલી ખાન સાથે કારમાં બેઠો જોવા મળી રહ્યો છે. વીડિયોની શરૂઆતમાં અભિનેતા સૈફ અલી ખાન પોતાના ઘરની બહાર નીકળતો જોવા મળે છે. પછી તૈમૂર અને ઇનાયા પણ તેમની પાછળથી બહાર આવે છે. પેપરાઝીને જોયા પછી, તૈમૂર જોરથી અવાજ કરે છે, ‘શું હું જઈ શકું છું.’ વીડિયોમાં, તૈમૂર કોવિડ પ્રોટોકોલ્સનું પાલન કરવાની સાથે આકાશી રંગનું ટી-શર્ટ અને વાદળી રંગના શોર્ટ્સમાં જોવા મળી રહ્યો છે.
તમને જણાવી દઈએ કે ઈદ પર સારા અલી ખાને એક તસવીર શેર કરી હતી, જેમાં કરીના કપૂર ખાન, તૈમૂર અલી ખાન અને બેબી જેહ, સારા અને તેનો ભાઈ ઇબ્રાહિમ (ઇબ્રાહિમ અલી ખાન) સાથે દેખાયા હતા. ઇદના અવસરે અબ્બા સૈફ અલી ખાનના ઘરે પહોંચેલી સારા અલી ખાન આ દરમિયાન ખુબ ખુશ જોવા મળી હતી.