સુપ્રસિદ્ધ અભિનેત્રી અને સાદગીનું પ્રતિક ગણાતી દિપ્તી નવલ અાજે તેનો 65 મો જન્મદિવસ ઉજવી રહી છે.તે 3 ફેબ્રુઆરી, 1952ના જન્મી હતી.દિપ્તી નવલ 80 અને 90 ના દાયકામાં બૉલિવુડમાં સક્રિય રહી હતી જાણો તેમની રસપ્રદ વાતો.
દિપ્તી નવલનો પંજાબના અમૃતસરમાં જન્મ થયો હતો.ત્યાર બાદ તે ન્યૂયોર્ક સ્થાયી થઈ જ્યાં તેમના પિતા શિક્ષક હતા. દિપ્તી નવલે શ્યામ બેનેગલની ફિલ્મ જનુનથી 1978માં પદાર્પણ કર્યુ હતુ.દિપ્તી નવલે ફિલ્મ નિર્દેશિકાની ભૂમિકા ભજવી હતી.તેમની દિગ્દર્શક તરીકેની પ્રથમ ફિલ્મ મનીષા કોઇરાલા અભિનીત દો પૈસો કી ધૂપ ચાર અાનેકી રોશની છે જેની સમીક્ષકો દ્વારા પ્રશંસા કરવામાં આવી છે.ફિલ્મ 2009માં કાન ફિલ્મ ફેસ્ટિવલમાં બતાવવામાં અાવી હતી.
હાલમાં દિપ્તી માનસીક રોગથી પીડાતા વ્યક્તિઓની સેવા કરે છે.સાથે તે છોકરીઓના શિક્ષણ માટે દિવંગત વિનોદ પંડિતની યાદમાં સ્થાપિત ‘વિનોદ પંડિત ચરિટેબલ ટ્રસ્ટ’ સાથે જોડાયેલ છે.દિપ્તીનાનાના ભાઈનો પુત્ર સંજય નવલ પણ બાળ કલાકાર છે.
દિપ્તીએ સૌથી વધુ ફિલ્મો ફારૂખ શેખ સાથે કરી છે.ચશ્મે બદ્દદૂર, કથા, સાથસાથમાં તેમની જોડી પ્રશંસકોને ખુબ ગમી હતી.દિપ્તી દિવંગત અભિનેતા ફારૂખ શેખની અત્યંત નજીક હતા.ફારૂખ શેખના નિધન પર દિપ્તી ફૂટી ફૂટીને રડી હતી.
દિપ્તી સારી ચિત્રકાર અને કવિયિત્રી પણ છે.તે કલા સાથે હંમેશા જોડાયેલી રહે છે. બહુમુખી પ્રતિભા ધરાવતી દિપ્તી નવલને જન્મ દિવસની શુભેચ્છા