મુંબઈ : મલ્ટિસ્ટારર ફિલ્મ ‘મલંગ’ના ટ્રેલર બાદ લોકો આતુરતાથી આ ફિલ્મની રાહ જોઇ રહ્યા છે. હવે ફિલ્મ નિર્માતાએ શુક્રવારે ‘મલંગ’નું પહેલું ગીત ‘ચલ ઘર ચલે’ રિલીઝ કર્યું છે. ફિલ્મના પહેલા ગીતમાં આદિત્ય રોય કપૂર અને દિશા પાટનીનો રોમાંસ જોવા મળે છે. અરિજિતસિંહે ‘મલંગ’ ના ‘ચલ ઘર ચલે’ ગીતમાં પોતાનો અવાજ આપ્યો છે. આ ગીતનાં શબ્દો સઇદ કાદરીએ લખ્યા છે.
આ ફિલ્મમાં અનિલ કપૂર, આદિત્ય રોય કપૂર, કૃણાલ ખેમુ અને દિશા પાટની જોવા મળશે. ફિલ્મના ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે બધા કલાકારો કોઈકનો જીવ લેવાની વાત કરે છે. ફિલ્મના તમામ કલાકારોની ભૂમિકાઓ એકદમ અલગ અને જોખમકારક છે.