મુંબઈ : સિદ્ધાર્થ મલ્હોત્રા અને તારા સુતરિયાની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ ‘મરજાવાં’ના 4 ડાયલોગ પ્રોમો વીડિયો રિલીઝ થયા છે, જે જોરદાર છે. ફિલ્મમાં રિતેશ દેશમુખ 3 ફૂટના માણસની ભૂમિકામાં જોવા મળી રહ્યો છે. આ ફિલ્મમાં તેનું કદ ભલે નાનું હોય, પણ સંવાદના કિસ્સામાં તે ખૂબ જ જોખમી ભૂમિકામાં જોવા મળે છે. ટી-સીરીઝ દ્વારા આ ફિલ્મના રિલીઝ કરવામાં આવેલા 4 ડાયલોગ પ્રોમોઝ હવે સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થયા છે, જેમાંથી 2 ડાયલોગ વીડિયો સિદ્ધાર્થના છે અને બે રિતેશના છે.
રોમાન્સ અને એક્શન બતાવટી ‘મરજાવાં’ 8 નવેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં રકુલ પ્રીત સિંહ પણ મહત્વની ભૂમિકામાં છે.