ફેશન આઈકોન બની ચુકેલી પ્રિયંકા ચોપડા પોતાની ડ્રેસિંગ સેન્સ માટે ખુબ જાણીતી છે. વાત તેના રેડ કાર્પેટ લુક હોય કે કેઝુઅલ લુક પીસી દરેક વખતે પોતાની સ્ટાઈલથી ફેન્સના દિલ જીતી લે છે. સાડી ગાઉનથી લઈને ડ્રેસ સુધી દરેક આઉટફિટમાં દેસી ગર્લ ખુબ જ સુંદર દેખાય છે. પ્રિયંકા હાલના દિવસોમાં ન્યૂયોર્કમાં છે. ત્યાંથી તેની તસ્વીરો સોશિયલ સાઈટ પર વાયરલ થતી રહે છે. હાલમાં જ એક વખત ફરી પીસીની અમુક તસ્વીરો સોશિયલ સાઈટ પર વાયરલ થઈ રહી છે. આ તસ્વીરોમાં પ્રિયંકા ડિઝાઈનર માર્કિયનને ડિઝાઈન કરેલા ડ્રેસમાં સ્ટનિંગ દેખાઈ રહી હતી. લુકની વાત કરવામાં આવે તો પ્રિયંકા પાઉડર પિંક કલરના નેકલાઈન ફ્લોરલ પ્રિટ ટોપની સાથે મેચિંગ સ્કર્ટમાં જોવા મળી. આ ડ્રેસની ખાસ વાત તેની કિંમત હતી.
ખબરોની વાત માનવામાં આવે તો પીસીના આ ફ્લોરલ પ્રિંટ ટોપની કિંમત $700 (Rs 49,800) અને સ્કર્ટની કિંમત $615 (Rs 43,700) છે. કુલ મળીને આ આખા આઉટફિટની કિંમત 90,000 રૂપિયા હતી. તેની સાથે સટબલ મેકઅપ, બ્રાઉન શેડ્સ અને બન તેના લુકને પરફેક્ટ નાવી રહી છે. ન્યુયોર્કની રસ્તા પર પ્રિયંકા સ્ટાઈલિશ અંદાજમાં પોઝ આપ્યા. પ્રિયંકાની આ તસ્વીર સોશિયલ સાઈટ પર ખૂબ વાયરલ થઈ રહી છે. ફિલ્મ ‘ધ સ્કાય ઈઝ પિંક’ની વાત કરવામાં આવે તો તેના દ્વારા પ્રિયંકા 3 વર્ષ બાદ ઈન્ડસ્ટ્રીમાં કમબેક કરી રહી છે. ફિલ્મમાં તેના ઉપરાંત પ્રિયંકા ચોપડા, ઝાયરા વસીમ, ફરહાન અખતર, રોહિત શરફ પણ લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ 11 ઓક્ટોમ્બરે રિલીઝ થશે.