મુંબઈ : પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે તેની યુટ્યુબ ચેનલમાં સુશાંત સિંહ રાજપૂત વિશે વાત કરી હતી. શોએબે જણાવ્યું હતું કે, તેઓ સુશાંત સિંહને 2016 માં મળ્યા હતા પરંતુ અફસોસ છે કે તેણે સુશાંત સાથે વાત ન કરી.
શોએબ અખ્તરે સુશાંત વિશે શું કહ્યું?
સુશાંત સાથેની તેની પહેલી મુલાકાતનો ઉલ્લેખ કરતાં શોએબે કહ્યું હતું કે – હું સુશાંતને મુંબઈના ઓલિવમાં મળ્યો હતો. સાચું કહું તો, વધુ કોન્ફિડેન્ટ (આત્મવિશ્વાસુ) દેખાયા ન હતા. તેઓ માથું નીચે રાખીને મારી પાસેથી નીકળી ગયા. ત્યારે મારા મિત્રએ મને કહ્યું કે, આ હીરો એમએસ ધોનીની ફિલ્મ કરી રહ્યો છે.
શોએબે આગળ કહ્યું- મને લાગે છે કે મારે સુશાંતની એક્ટિંગ જોવી જોઈએ. તે ખૂબ જ સારા બેકગ્રાઉન્ડમાંથી આવ્યા હતા અને સારી ફિલ્મો કરી રહ્યા હતા. ધોની ફિલ્મ સફળ રહી. પણ મને એ વાતનો અફસોસ છે કે તે દિવસે મેં સુશાંતને રોકીને તેની સાથે જિંદગી અંગે વાત કેમ ન કરી.