ક્યારેય વિચાર્યું છે કે કરીના તૈમૂરને કેટલા લાડ લડાવી શકે? આનો આમ તો કોઈ જવાબ જ નથી. કરીના તૈમૂરને ખૂબ જ પ્રેમ કરે છે અને ઈચ્છે છે કે તેના નાનકડા તૈમૂરને બધુ જ બેસ્ટ જ મળે. સૈફ અને કરીના તૈમૂરને હોસ્ટેલ રહેવા મોકલી દેવાના હોવાની ચર્ચા તો તમે સાંભળી જ હશે પરંતુ હવે તમને જાણીને આંચકો લાગશે કે તૈમૂર હવે જિમ પણ જવા માંડ્યો છે.
તમને આઘાત લાગશે પણ આ વાત એકદમ સાચી છે. તમને એવો વિચાર પણ આવશે કે આટલુ નાનુ બાળક કેવી રીતે જિમ જઈ શકે? પરંતુ તમને ખ્યાલ નહિ હોય કે બાળકો માટે પણ ફિટનેસ સેન્ટર ચાલે છે. મુંબઈમાં માય જિમ નામનું એક નાના બાળકો માટેનું ફિટનેસ સેન્ટર છે. તૈમૂરે આ જિમમાં મેમ્બરશીપ નોંધાવી દીધી છે. રવિવારે બપોરે તૈમૂર જિમ જવા નીકળ્યો ત્યારે કેમેરામમાં કેદ થઈ ગયો હતો. બહાર ફરવાની સાથે સાથે તૈમૂરનું ફિટનેસ સેશન પણ પૂરુ થઈ ગયુ હતુ.
માય જિમે 6 અઠવાડિયાથી માંડીને 10 વર્ષના બાળકો માટે એક પ્રોગ્રામ ડિઝાઈન કર્યો છે. તેમાં તે લોકોનો શારિરીક, બૌદ્ધિક અને ઈમોશનલી વિકાસ થાય છે. અહીં બાળકો મ્યુઝિક, ડાન્સ, રિલેઝ, ગેમ્સ, સ્પેશિલ રાઈડ્સ, જિમ્નાસ્ટિક્સ, સ્પોર્ટ્સ અને બીજી ઘણી પ્રવૃત્તિઓ શીખે છે. આ સાથે તેમની શારીરિક શક્તિ વધે છે અને માનસિક વિકાસ થાય છે.