જો તમે હોલિવૂડના ફેન્સ છો તો તમારે વર્લ્ડ ફેમસ ટીવી સિરીઝ ગેમ ઓફ થ્રોન્સ વિશે જરૂર ખબર જ હશે. આ શોમાં ડ્રેગન ક્વીન ડિનેરિસ સ્ટ્રોમ્બોર્નની ભૂમિકા ભજવનારી અભિનેત્રી એમિલિયા ક્લાર્કની બધે ચર્ચા થઈ હતી અને આ શોમાં એમિલિયાએ એક મહાન કામ કર્યું હતું અને દેશ-વિદેશમાં તેની ખૂબ પ્રશંસા થઈ હતી. તો એમિલિયા ભારતની મુલાકાતે આવી છે.
અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ પર ભારત ટ્રીપની કેટલીક તસવીરો પણ શેર કરી છે અને આ તસવીરોમાં એમિલિયા અને રોજે લેવાયેલી તેની સેલ્ફી, સાંજની પૂજાનો ફોટો, એમિલિયાના રૂમમાં બેઠેલા મંકી અને અન્યનો સમાવેશ છે. એમિલિયાએ આ તસવીરો શેર કરતી એક પોસ્ટ પણ લખી છે અને જેમાં તે આપણા દેશને નમસ્કાર કરતા પોતાની ટ્રીપ વિશેની વાત કહી છે.