મુંબઈ : સુપરહિટ શો ‘નાગિન 4’ ડિસેમ્બરમાં ટેલિકાસ્ટ થશે. ચોથી સીઝનમાં નિયા શર્મા અને જૈસ્મિન ભસીન નાગિન બની છે. એવા અહેવાલો છે કે મહાગઠબંધનના ધનક શ્રુતિ શર્માને નાગિન 4 માં અગત્યની ભૂમિકાની ઓફર કરવામાં આવી હતી. પરંતુ અભિનેત્રીએ આ ભૂમિકા નકારી હતી.
આને કારણે શ્રુતિએ ઓફર ઠુકરાવી દીધી
મીડિયા સાથેની વાતચીતમાં શ્રુતિ શર્માએ ખુલાસો કર્યો કે, તેનો નાગિન 4 માટે સંપર્ક કરવામાં આવ્યો. તે બાલાજી પરિવારનો ભાગ બનવા માંગતી હતી. પરંતુ અન્ય કામની પ્રતિબદ્ધતાઓને લીધે શ્રુતિ શર્માએ નાગિન 4 માં કામ કરવાનો ઇનકાર કરી દીધો. શ્રુતિ શર્મા પહેલા જ બીજા પ્રોજેક્ટને તેની તારીખો આપી ચુકી છે. બંને શોની તારીખો એક બીજા સાથે ટકરાતી હતી.
Welcome to the world of Nagins. @jasminbhasin in and as NAGIN Bhagya ka zehreela Khel …. pic.twitter.com/Ybnz73H1d6
— Ekta Kapoor (@ektaravikapoor) November 13, 2019
શ્રુતિને નાગિન 4 માં નકારાત્મક ભૂમિકાની ઓફર કરવામાં આવી હતી
શ્રુતિએ ભલે બાલાજી ટેલિફિલ્મ્સમાં જોડાવાની આ તક ગુમાવી હશે. પરંતુ તેને આશા છે કે ભવિષ્યમાં એકતા કપૂર સાથે કામ કરશે. એવા અહેવાલો છે કે, નાગિન 4 માં શ્રુતિને નકારાત્મક ભૂમિકાની ઓફર કરવામાં આવી હતી. હવે જોવાનું એ રહ્યું કે નિર્માતાઓએ એન્ટી હિરોઇન ભૂમિકા માટે કોને કાસ્ટ કરવામાં આવી હશે.