મુંબઈ : અમિતાભ બચ્ચન અને આયુષ્માન ખુરાના અભિનીત ફિલ્મ ‘ગુલબો સીતાબો’ને હવે રિલીઝ થવામાં માંડ 2 દિવસ બાકી છે. 12 જૂને આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ પર રિલીઝ થશે. ફિલ્મનું ટ્રેલર પહેલેથી જ રિલીઝ થઈ ચૂક્યું છે અને હવે જ્યારે ફિલ્મની રિલીઝ ડેટ ખૂબ નજીક આવી ગઈ છે, તો તેના પ્રમોશનની ગતિ પણ ખૂબ જ વેગવાન બની છે.
મંગળવારે મોડીરાતે અમિતાભ બચ્ચને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો હતો જે વાયરલ થયો હતો. આ વીડિયોમાં, બિગ બીએ ચાહકોને ટંગ ટ્વિસ્ટર આપી હતી, જે સતત 5 વખત અવિરત બોલવાની હતી. આ ટંગ ટ્વિસ્ટર નીચે પ્રમાણે છે…
“गुलाबो की खटर-पटर से तितर-बितर सिताबो
सिताबो के अगर-मगर से उथल-पुथल गुलाबो”.
અમિતાભે કેપ્શનમાં લખ્યું છે – આ ટંગ ટ્વિસ્ટર માત્ર 5 વાર બોલવાની છે. તેનો પ્રયાસ કરો, તમે લોકો … જો તમે કરી બતાવો તો અમારી ચાંદી. એક સિવાય. વીડિયોમાં, અમિતાભ બચ્ચને ખુદ આ ટંગ ટ્વિસ્ટર બોલવાનો પ્રયાસ કરી રહ્યા છે પણ ફરી વાર અટવાઈ જાય છે. વીડિયો 13 કલાકમાં 4 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. લોકોએ પોતાનો પ્રતિસાદ કોમેન્ટ બોક્સમાં આપ્યો છે. તમે ઇન્સ્ટાગ્રામ પર વિડીયો ચેક કરી શકો છો.