મુંબઈ : નાના પડદાથી મોટા પડદા પર પગ મૂકનાર અભિનેત્રી હિના ખાનની ફિલ્મ ‘Hacked’નું ‘અબ ના ફિર સે’ ગીત રિલીઝ થઈ ગયું છે. ફિલ્મનું ટ્રેલર તાજેતરમાં રિલીઝ થયું હતું, જેને સોશિયલ મીડિયા પર જોરદાર પ્રતિસાદ મળ્યો છે. ફિલ્મના ટ્રેલરને અત્યાર સુધીમાં 1 કરોડથી વધુ વ્યૂ મળી ચૂક્યા છે.
હવે ફરી ફિલ્મના ગીત વિશે વાત કરીએ, તો તે અમજદ નદિમે લખ્યું છે અને યાસાર દેસાઈએ ગાયું છે. આ ગીતને અમજદ નદીમ આમિરે કમ્પોઝ કર્યું છે અને તેને પૃથ્વી શર્માએ મિક્સ કર્યું છે. ગીત ઝી મ્યુઝિક કંપનીની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યું છે અને રિલીઝ થયા બાદથી તેને 7 લાખથી વધુ વખત જોવામાં આવ્યું છે.