નવી દિલ્હી : ટીમ ઈન્ડિયાના પ્રખ્યાત ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પિતા બન્યો છે. તેમની પત્ની નતાશા સ્ટેનકોવિચ(Natasa Stankovic)એ પુત્રને જન્મ આપ્યો છે. હાર્દિક પંડ્યાએ પુત્રનો ફોટો પોસ્ટ કર્યો અને ચાહકોને માહિતી આપી. ફોટામાં જોઇ શકાય છે કે હાર્દિક પંડ્યાએ પુત્રનો હાથ પકડ્યો છે. આ તસવીર શેર કરીને હાર્દિક પંડ્યાએ પુત્રના આગમનનો આનંદ વ્યક્ત કર્યો છે.
લાખો ચાહકોની સાથે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ પણ હાર્દિક પંડ્યાને સોશિયલ મીડિયા દ્વારા પિતા બનવા બદલ અભિનંદન પાઠવ્યા છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ બંનેને માતાપિતા બનવા બદલ અભિનંદન આપ્યા હતા. આ સાથે જ કેએલ રાહુલ, યુઝવેન્દ્ર ચહલ, શ્રેયસ અય્યરે પણ તેમને અભિનંદન પાઠવ્યા છે.