બિગ બોસ -11થી ચર્ચામાં રહેલી અને હરિયાણાની પ્રખ્યાત ડાન્સર સપના ચૌધરી નવી મુશ્કેલીમાં અટવાઇ છે.હરિયાણાના જાણીતા ગાયક વિકાસ કુમારે કૉપીરાઈટના કેસમાં રૂ .7 કરોડની નોટિસ મોકલી છે, જેમાં ફિલ્મ “વીરે દી વેડિંગ” ના દિગ્દર્શક સહિત 16નો સમાવેશ થાય છે.અા નોટિસ ફિલ્મમાં તેમના લોકપ્રિય ગીત ‘હટજા તાઉ પીછે ને’ નું ફિલ્માંકન કરવા પર છે.
સપના ઉપરાંત સુનિધિ ચૌહાણ, જિમી શેરગિલ, યુવિકા ચૌધરી, દિગ્દર્શક આશુ ત્રિખા અને નિર્માતા રજત બક્ષી પર હરિયાણાના પ્રખ્યાત ગાયક વિકાસ કુમારે નોટિસ મોકલી છે.સુનિધિ ચૌહાણ દ્વારા ગાયેલા આ ગીત વીરે દી વેડિંગમા સપના ચૌધરી પર ફિલ્માવવામા અાવ્યુ હતુ.