તાજેતરમાં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ હેલ્લારોમાં જાતિવિષયક શબ્દનો ઉપયોગ કરાયો હોવાના આરોપ સાથે મહિલા મ્યુનિસિપલ કાઉન્સીલરે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં ફિલ્મના એડિટર, દિગ્દર્શક અને ડાયલોગ લખનારા સહિત સાત જણાનો સમાવેશ થાય છે.
જાતીને લઈને વિવાદ
ગુજરાતી ફિલ્મ હેલ્લારો ફિલ્મના એક દ્રશ્યમાં એક ઢોલી ગામમાં આશરો લેવા માટે ગામના મુખીને મળીને જોરજોરથી ઢોલ વગાડતો નજરે ચડે છે. મુખી તેના માણસો દ્વારા આ ઢોલીને ઘી આપી રવાના કરો તેવું કહે છે. પરંતું ઢોલી ઘી લેવા નહી પણ મને આશરો આપો, એવું જણાવે છે. તે સમયે મુખીએ ઢોલીનું નામ પુછતા ઢોલી બે હાથ જોડી પોતાનું નામ મુળજી હોવાનું કહે છે.મુખી તેને મુળજી એટલે કેવો, તારી જાત કેવી ? એમ પુછે છે. ત્યારે આ ઢોલી બંધારણીય રીતે પ્રતિબંધિત શબ્દનો ઉપયોગ કરીને પોતાની જાતિની ઓળખ આપે છે.
જાતિ માટે જે શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેને લઈને વિવાદ
આમ ફિલ્મનું એક પાત્ર પોતાની જાતિ માટે જે શબ્દનો ઉપયોગ કરે છે તેને લઈને ફિલ્મ જોનારા મ્યુનિસિપલ કાઉન્સીલર જમનાબહેન એસ.વેગડાએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં ફિલ્સમના નિર્માતા, દિગ્દર્શક,, એડિટર અને ડાયલોગ લખનારા સહિત સાત જણાનો સમાવેશ થાય છે. કાગડાપીઠ પોલીસ સ્ટેશનના સીનીયર પી.આઈ.યુ.ડીયજાડેજાના જણાવ્યા મુજબ અમે આ સંદર્ભે ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ એસ.સી.એસ.ટી.સેલના એસીપી વધુ તપાસ કરી રહ્યા છે.