મુંબઈ : હિના ખાન પોતે પણ તેના બોલીવુડ ડેબ્યૂને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. તે ફિલ્મના પ્રમોશનમાં ખૂબ વ્યસ્ત છે. તાજેતરમાં ફિલ્મ ‘Hacked’નું નવું ગીત પણ રજૂ કરવામાં આવ્યું છે.
હિના ખાનની પહેલી ફિલ્મ ‘Hacked’નું નવું ગીત ‘તુ જો મીલી’ નિર્માતાઓ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. આ ગીતમાં હિના ખાન સ્વિમિંગ પૂલમાં બિકીની પહેરેલી જોવા મળી રહી છે. વીડિયોમાં હિના ખૂબ જ બોલ્ડ સ્ટાઇલમાં જોવા મળી રહી છે. નોંધનીય છે કે, આ ગીત યાસેર દેસાઇએ ગાયુ છે અને તેના શબ્દો શકીલ આજમીએ લખ્યા છે. વિક્રમ ભટ્ટ દિગ્દર્શિત આ ફિલ્મ 7 ફેબ્રુઆરીએ થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે.