મુંબઈ : બોલિવૂડ એક્ટર રણબીર કપૂર અને દીપિકા પાદુકોણની ફિલ્મ ‘યે જવાની હૈ દીવાની’નું’ બલમ પિચકારી ગીત સૌથી વધુ ચર્ચિત અને લોકપ્રિય હોળીના ગીતોમાનું એક છે. આ ફિલ્મે માત્ર બોક્સ ઓફિસ પર જબરદસ્ત કમાણી કરી એટલું જ નહીં, પરંતુ આ ગીત પણ આશ્ચર્યજનક હિટ રહ્યું હતું. પરંતુ શું તમે જાણો છો કે આ ફિલ્મના ગીતના શૂટિંગ દરમિયાન ઘણી રમુજી વાતો થઈ હતી. આ ગીતના શૂટિંગ દરમિયાન દરેકને એટલી મજા આવી હતી કે આ ગીતને શૂટ કરવામાં 4 દિવસ લાગ્યા હતા. ચાલો જાણીએ આ ગીતના શૂટિંગ દરમિયાનની કેટલીક રમુજી વાતો.
રણબીર કપૂર અને દીપિકા પાદુકોણ બંનેનું પહેલું હોળી સોંગ હતું જેમાં આદિત્ય રોય કપૂર પણ સાથે હોવાના હતા. અયાન મુખર્જી આ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યા હતા અને આ ગીતની રેમો ડિસુઝા દ્વારા કોરિયોગ્રાફી કરવામાં આવી હતી. રણબીર ડાન્સમાં નિષ્ણાત છે અને તેણે માત્ર સાડા ત્રણ મિનિટમાં ડાન્સના બધા મૂવ્સ જાણી લીધા. રણબીરે કહ્યું કે, તે શૂટિંગ માટે તૈયાર છે, પછી આદિત્યએ તેને અટકાવ્યો અને કહ્યું – રુક જા ભાઈ, હું હજી તૈયાર નથી.
અયાન મુખર્જી હોળીને ખૂબ ચાહે છે અને તે તેમનો પ્રિય ઉત્સવ છે. અયાન જ્યારે ગીતનું શૂટિંગ કરી રહ્યો હતો, ત્યારે તે બધાની સાથે મળીને ખૂબ મસ્તી કરી રહ્યો હતો. કેટલીકવાર તે જઇને કોઈને રંગ કરતો, ક્યારેક તે કોઈને ઉપાડીને પૂલમાં ફેંકી દેતો. એટલું જ નહીં, આ ગીતના શૂટિંગ દરમિયાન પણ એટલો રંગ રેલાયો હતો કે આ ગીતને શૂટ કરવામાં 4 દિવસનો સમય લાગ્યો. ફક્ત એક જ સિકવેન્સ અધૂરી હોવાને કારણે એક દિવસનો સમય વધારવો પડ્યો હતો.