મુંબઈ : હોળીનો એટલે તમારા જીવનમાં ખુશીના રંગો ભરવાનો તહેવાર. જ્યારે પણ હોળીનો તહેવાર આવે છે, ત્યારે દેશભરમાં ઉત્સાહ અને ઉમંગનું વાતાવરણ જોવા મળે છે. આ તહેવારને દેશના તમામ નાગરિક ધામધૂમથી મનાવે છે. પરંતુ હોળીના ગીતો વિના આ તહેવાર ઉજવવો લગભગ અશક્ય છે. આ તહેવારમાં હોળીના ગીતોથી બમણો જોશ ફેલાતો હોય છે. હોળીમાં થીમ પાર્ટી, પૂલ પાર્ટી વગેરે આયોજનોમાં ડાન્સ તેમજ રંગોની છોળો વચ્ચે હોળીના ગીત વધુ મસ્તી ભરી દે છે.
બોલીવુડમાં પણ હંમેશા એવા કેટલાક ગીતો છે જે હોળી પર આધારિત છે અને તે સાંભળતા જ મનમાં રંગોની પિચકારીના રંગો રેલાવા માંડે છે. બોલિવુડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચને હોળી પર ગીત ગાયું છે. પહેલના સમયની બોલીવુડની ફિલ્મોથી લઈને અત્યારની ફિલ્મોમાં હોળીના ગીતોમાં થોડું અંતર આવ્યું છે પરંતુ તે હોળીના રંગોમાં ઝૂમી ઉઠવા માટે સમાન રીતે જ ભાગ ભજવે છે. અમે તમારા માટે કેટલાક નવા અને જૂના હોળીના ગીતો લાવ્યા છીએ. આ ગીતો સાથે હોળીનો તહેવાર મનાવો અને તમારા મિત્રો અને સંબંધીઓના જીવનમાં નવા રંગો ભરી આનંદથી ઝૂમી ઉઠો.