મુંબઈ : બોલિવૂડ અભિનેતા રણદીપ હૂડા સાથે તાજેતરમાં જ ફિલ્મ એક્સ્ટ્રેક્શનમાં દેખાયેલા હોલીવુડ અભિનેતા ક્રિસ હેમ્સવર્થનો ભારત સાથે જૂનો સંબંધ છે. રસપ્રદ વાત એ છે કે તેની પુત્રીનું નામ પણ ‘ઇન્ડિયા’ છે. આ નામની પાછળ એક વાર્તા પણ છે. તે પહેલાં, તમને જણાવી દઈએ કે 11 ઓગસ્ટે ક્રિસ હેમ્સવર્થ તેનો 37 મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આઈએએનએસ સાથેની વાતચીતમાં તેમણે પોતાની પુત્રીના નામ પાછળનું કારણ આપ્યું હતું.
વર્ષ 2019 માં તેમની ફિલ્મ મેન ઇન બ્લેક: ઇન્ટરનેશનલના પ્રમોશન દરમિયાન ક્રિસે જણાવ્યું હતું કે તેની પત્ની એલ્સા પૈટેકીએ ભારતમાં ઘણો સમય પસાર કર્યો છે. અને આ કારણોસર, તેમણે પોતાની પુત્રીનું નામ પણ આ દેશના નામ પરથી રાખ્યું છે. ક્રિસની પત્ની એલ્સા એક મોડેલ અને એક્ટર છે. ‘ઇન્ડિયા’ સિવાય ક્રિસ અને એલ્સાની વધુ બે પુત્રી સાશા અને ત્રિસ્તન છે.
ખુદ ક્રિસને ભારત સાથે ખુબ લગાવ છે. તેમણે પણ અહીં કેટલાક શહેરોમાં સમય પસાર કર્યો છે. એક્સ્ટ્રેક્શન મૂવીના શૂટિંગ દરમિયાન ક્રિસ પણ અમદાવાદ અને મુંબઇ આવ્યો હતો. તેમણે લોકો અને સ્થળ પ્રત્યેનો પ્રેમ પણ વ્યક્ત કર્યો. તેણે કહ્યું- ‘હું અહીંના લોકોને અને આ સ્થળને પ્રેમ કરું છું. ત્યાં શુટીંગ કરવું… રોજ શેરીમાં સેંકડો લોકો રહેતા હતા અને મને સેટ પર આવો અનુભવ ક્યારેય નહોતો. ત્યાં એક ઉત્તેજના હતી કારણ કે ત્યાં ઘણા લોકો હતા.