મુંબઈ : હોલીવુડ એક્ટર વોકીન ફોનિક્સ ફિલ્મ જોકરમાં તેના અભિનયને કારણે ચર્ચામાં છે. વોકીનની એક્ટિંગના દુનિયાભરમાં વખાણ થઈ રહ્યા છે. ભારતમાં પણ ફિલ્મે કમાણીના નવા રેકોર્ડ બનાવ્યા છે. હવે આ ફિલ્મ ફરી એકવાર ભારતમાં રિલીઝ થશે.
જોકર 14 ફેબ્રુઆરીએ ફરીથી ભારતમાં રિલીઝ થશે. આ પહેલા આ ફિલ્મ ભારતમાં 2 ઓક્ટોબરે રિલીઝ થઈ હતી. જોકરને મુંબઈ, દિલ્હી, બેંગલુરુ, ગુરુગ્રામ, નોઈડા, ચેન્નાઈ, કોલકાતા, પુણે, હૈદરાબાદ, જયપુર, અમદાવાદ અને અન્ય શહેરોમાં રજૂ કરવામાં આવશે.