મુંબઈ: લોકોને વિશ્વભરમાં કોરોના વાયરસની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ કિસ્સામાં, ભારતમાં પણ તેના કેસો ઝડપથી વધી રહ્યા છે. દુનિયાભરના ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સાથે બોલીવુડ પણ આનાથી અસ્પૃશ્ય રહ્યું નથી. કોરોનાને કારણે ઘણી બોલિવૂડ અને હોલીવુડ ફિલ્મ્સનું શૂટિંગ તેમજ રિલીઝ તારીખ મોકૂફ રાખવામાં આવી રહી છે. આ સાથે, નવી રીલિઝ થયેલી ફિલ્મ્સની બોક્સ ઓફિસ પર કોરોનાની મોટી અસર જોવા મળી રહી છે.
શરૂઆત થઇ ખરાબ
13 માર્ચ શુક્રવારે રિલીઝ થયેલી ડિરેક્ટર હોમી અદજાનિયાની ફિલ્મ ‘અંગ્રેજી મીડિયમ’ પણ કોરોના વાયરસના કહેરમાં પીસાઈ ગઈ છે. કોરોના વાયરસને કારણે કેરળ, દિલ્હી, કર્ણાટક, મહારાષ્ટ્ર અને જમ્મુ-કાશ્મીરના ઘણા મૂવી થિયેટરો બંધ થઈ ગયા છે. આને કારણે, ફિલ્મની શરૂઆત સારી રહી નથી.
‘અંગ્રેજી મીડીયમ’ ફિલ્મે રિલીઝના પહેલા દિવસે માત્ર 4.03 કરોડની કમાણી કરી હતી, જે અપેક્ષા કરતા ઘણી ઓછી છે. આને લીધે ફિલ્મના ડાયરેક્ટર હોમી અદાજાનીયાએ સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે કે, બધું સામાન્ય થયા પછી તેઓ ફિલ્મ ફરીથી રિલીઝ કરશે.
#AngreziMedium Fri ₹ 4.03 cr. #India biz.
Note: Biz has been severely affected due to closure of cinema halls in several states. #CoronaVirus #COVID19— taran adarsh (@taran_adarsh) March 14, 2020