1/8
બોલીવુડ ગાયક અને અભિનેતા હની સિંહ પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં રહ્યા છે. તેમના લગ્નજીવનમાં અણબનાવ છે. પત્ની શાલિની તલવારે હની સિંહ પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો છે. આ સાથે શાલિનીએ 10 કરોડના વળતરની માંગણી કરી છે. શાલિનીએ કહ્યું છે કે હની સિંહે દર મહિને પાંચ લાખ રૂપિયાનું ઘર ભાડું આપવું જોઈએ, જે તે દિલ્હીમાં લેશે. તે એકલી રહેવા માંગે છે. બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં ઘણા લોકપ્રિય યુગલો છે જેઓ એક અથવા બીજા કારણથી અલગ થયા છે. તેમના છૂટાછેડા પણ સમાચારોમાં હતા.
2/8
મલાઇકા અરોરા અને અરબાઝ ખાન ઇન્ડસ્ટ્રીમાં સૌથી લોકપ્રિય કપલ હતા. બંનેને એક પુત્ર અહરાન ખાન પણ છે. જો કે, તેમના લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા નહીં. અહેવાલો અનુસાર, મલાઈકા અરોરાએ એલિમોની તરીકે અરબાઝ પાસેથી 15 કરોડ રૂપિયાની માંગણી કરી હતી, જે આપવા માટે અરબાઝ સંમત થયો હતો.
3/8
છૂટાછેડા પછી પણ હૃતિક રોશન અને સુઝેન ખાન સારા મિત્રો છે. વર્ષ 2000 માં બંનેના લગ્ન થયા હતા. સુઝેન ખાને હૃતિક પાસેથી 400 કરોડ રૂપિયા ભરણપોષણની માંગણી કરી હતી, ત્યારબાદ સુઝેનને 380 રૂપિયા ભરણપોષણ તરીકે આપવામાં આવ્યા હતા.
4/8
બોલિવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂર બે બાળકોની માતા છે. તે સિંગલ પેરેન્ટ છે. તેણીએ 2003 માં ઉદ્યોગપતિ સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા. બંનેના લગ્નજીવનમાં ઘણી સમસ્યાઓ હતી. અહેવાલો અનુસાર, કરિશ્માએ સંજય પાસે ભરણપોષણ તરીકે 7 કરોડ રૂપિયા માંગ્યા હતા.
5/8
ફિલ્મ નિર્દેશક આદિત્ય ચોપરાએ વર્ષ 2001 માં પાયલ ખન્ના સાથે લગ્ન કર્યા હતા. પરંતુ તેમના લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા નહીં અને 2009 માં બંને અલગ થઈ ગયા. એવું કહેવાય છે કે પાયલે આદિત્ય પાસે ભરણપોષણ તરીકે મોટી કિંમત માંગી હતી.
6/8
અભિનેતા સૈફ અલી ખાન અને અમૃતા સિંહે વર્ષ 1991 માં લગ્ન કર્યા હતા. લગ્નના લગભગ 13 વર્ષ પછી બંને અલગ થઈ ગયા. બંનેના છૂટાછેડાની ગણતરી બોલીવુડના સૌથી મોંઘામાં થાય છે. જોકે, સૈફે અમૃતાને ભરણપોષણ તરીકે આપેલી રકમ અંગે કશું સામે આવ્યું નથી. પરંતુ એવું માનવામાં આવે છે કે સૈફની લગભગ અડધી સંપત્તિ આપી છુટાછેડા થયા હતા.
7/8
અભિનેતા આમિર ખાન અને રીના દત્તાએ 1986 માં તેમના માતાપિતાની ઇચ્છા વિરુદ્ધ લગ્ન કર્યા હતા. અને વર્ષ 2002 માં બંને અલગ થઈ ગયા. આમિરે રીનાને ભરણપોષણ તરીકે મોટી રકમ આપી હતી.
8/8
અભિનેતા સંજય દત્તે વર્ષ 1998 માં રિયા પિલ્લઈ સાથે લગ્ન કર્યા હતા. ભરણપોષણ તરીકે સંજય દત્તે રિયાને 8 કરોડ રૂપિયા અને એક લક્ઝુરિયસ કાર આપી હતી.