બોલીવુડની ખુબસુરત અભિનેત્રી 63 વર્ષની થઈ હોવા છતા અાજે પણ લાગે છે જાજરમાન તેની સરખામણી અાજે પણ કોઈ હિરોઈન ન કરી શકે. સુંદરતામાં તેની સરખામણી કોઈ સાથે ન થઈ શકે.તેની સુંદરતા જોઈને અાજે પણ અાપણે અાશ્ચર્ય ચકિત થઈ જઈએ.ઉંમરને તો જાણેકે તેમણે પકડી રાખી છે.
એક સામાન્ય સી ભાનુરેખા ગણેશનથી બોલીવુડની સૌથી પ્રસિદ્ધ ઍક્ટ્રેસ બનવુ તેના માટે અાસાન ન હતુ.રેખાને બોલીવુડમાં જે મુકામ મળ્યો છે તે ભાગ્યેજ કોઈને મળશે.પરંતુ, આજે રેખા વર્ષોથી ફિલ્મોથી દૂર છે, જેમ કે કદાચ તમારા મનમાં આ પ્રશ્નો આવે કે રેખા તેનો નિભાવ ખર્ચ કેવી રીતે ચલાવે છે? શું તમે જાણો છો કે રેખાનો ખર્ચ કેવી રીતે ચાલે છે.
સમાચારોનું માનીએ તો રેખાની ટૂંક સમયમાં 2 ફિલ્મો અાવશે. ફિલ્મો સિવાય, રેખા, મુંબઇ અને દક્ષિણ ભારત સ્થિત તેના ભાડે અાપેલા ઘરમાંથી અાવક મેળવે છે.રેખા રાજ્ય સભાની સભ્ય છે, જેનો તેને સારો પગાર મળે છે.
જો તમે રેખાની લાઇફ સ્ટાઇલ જોશો તમે સમજી જશો કે રેખા સાદગીથી જીવવામાં માને છે. રેખા એક મધ્યમવર્ગીય પરિવારમાંથી અાવે છે અાથી તે સરળતાથી સાદગીપૂર્ણ જીવન જીવે છે.તે હંમેશાં માત્ર એટલા પૈસા જ ખર્ચે છે જેટલી જરૂરી છે ઉપરાંત, તે કેટલાક ટીવી શોમાં જોવા મળે છે. રેખા એવોર્ડ શોમાં આવવા માટે પણ પૈસા મેળવે છે રેખાને બિહાર સરકાર દ્વારા બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવી હતી.
સુંદરતા માટે મશહૂર રેખા તેના સામાન્ય લુકના કારણે ઘણી વખત ફિલ્મોમાંથી રીજેક્ટ કરવામાં આવી હતી.ઘણા લોકોએ તેમને કાળા રંગના કારણે ફિલ્મોમાં કામ અાપ્યુ નહતુ.
જોકે રેખાએ હાર નહી માનતા વર્ષ 1976માં પોતાની જાતને સંપૂર્ણપણે બદલી દો અન્જાને સાથે બૉલિવુડમાં ધમાકેદાર એટ્રી કરી હતી.