નવી દિલ્હી : ઋત્વિક રોશન તેની ફિલ્મો તેમજ તેની ફિટનેસ અને ડાન્સ માટે પણ જાણીતો છે. તેની અગાઉની ફિલ્મ ‘વોર’નું ગીત ‘ઘૂંઘરું ટૂટ ગયે’ ચાહકોમાં ખૂબ પ્રખ્યાત થયું છે. આ ગીતમાં ઋત્વિકના સ્ટેપ્સની ઘણી ચર્ચા કરવામાં આવી હતી અને આ ગીત પર ઘણા બધા મીમ્સ પણ બનાવવામાં આવ્યા હતા. હવે આસામના કોરોના વોરિયર ડોક્ટરે આ ગીત પર પર્ફોમન્સ આપ્યું છે. ઋત્વિક આ માણસના ડાન્સથી ખૂબ પ્રભાવિત થયો હતો અને તેણે એમ પણ કહ્યું હતું કે તે તેના સ્ટેપ્સ શીખવા માંગશે.
ઋત્વિકે એક યુઝરને ટ્વીટ કર્યું છે. આ ટ્વિટમાં લખ્યું છે કે, ‘મારા કોવિડ ડ્યુટી કલિગને મળો, આ છે ડૉ. અરૂપ સેનાપતિ. તે આસામની સિલચર મેડિકલ કોલેજની ઇએનટીના સર્જન છે. તેઓ કોવિડના દર્દીઓની સામે નાચતા હોય છે, જેથી તેઓને સારું લાગે.
આ વીડિયોમાં જોઈ શકાય છે કે ડો.અરૂપ ઋત્વિકના ગીત ‘ઘૂંઘરું તૂટ ગયે’ પર સ્ટાઇલમાં ડાન્સ કરતો જોવા મળે છે. ઋત્વિકે આ વીડિયો શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે કે, ‘ડો.અરૂપને કહો કે હું તેના સ્ટેપ્સ શીખીશ અને કોઈક દિવસે આસામમાં તેમના જેવા ઉત્તમ ડાન્સ પર્ફોમન્સ આપીશ. આ સુંદર છે. ‘
https://twitter.com/iHrithik/status/1318093386692186112