મુંબઈ : બૉલીવુડના ‘ક્રિશ’ ઋત્વિક રોશનના ચાહકો હવે આતુરતાથી તેમના સ્વદેશી અવતારની રાહ જોઈ રહ્યા છે. અત્યાર સુધી, તેમની આગામી ફિલ્મ ‘સુપર 30’ ના બે ગીતો અને ટ્રેઇલર્સ ઇન્ટરનેટ પર રિલીઝ થઇ ચુક્યા છે અને લોકોએ તેને ખુબ પસંદ પણ કર્યા છે, જ્યારે હવે ત્રીજું ગીત ‘બસંતી નો ડાન્સ’ રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીત એટલું સરસ છે કે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યું છે તેમજ રિલીઝ સાથે ચર્ચાનો વિષય બની ગયું છે. આ ગીત થોડા કલાકોમાં જ 22 લાખથી વધુ વાર જોવાયું ચૂક્યું છે.
અત્યાર સુધી રોમેન્ટિક અને મનોરંજક ગીતો સાથે મનોરંજન કર્યા પછી હોળીના બેકગ્રાઉન્ડમાં નવું ગીત ‘બસંતી નો ડાન્સ’ રિલીઝ કર્તાની સાથે જ છવાયું છે. ઋત્વિક રોશનનું આ નવું ગીત ઇંગ્લિશથી ડરનારા વિદ્યાર્થીઓ માટે પ્રેરણાથી ભરેલું છે. આ ગીતમાં અંગ્રેજી ભાષાના ડરથી છુટકારો મેળવવા માટે આનંદદાયક માર્ગ પણ નજરે પડી રહ્યો છે. આ ગીતનું બોલિવુડની સુપરહિટ ફિલ્મ ‘શોલે’ સાથે ખાસ જોડાણ છે.
अंग्रेजी का डर हटाओ। क्यूँकि ऐसे बहुत से दरवाजे हैं दुनिया में जो सिर्फ इसीलिए नहीं खुलते क्यूँकि लोग 'May I come in' नहीं कह पाते #Super30 #July12 #BasantiNoDance @super30film https://t.co/jTUGOQhGyo
— Hrithik Roshan (@iHrithik) June 29, 2019
ગીત વિશે વાત કરીએ તો તેમાં ઋત્વિકના તમામ વિદ્યાર્થીઓ ભીડની વચ્ચે એક નાટક કરી રહ્યા છે. દરેકનો હોળીનો દેશી ડાન્સ પણ જબરદસ્ત છે. આ આનંદમાં, તેમના ગુરુ ઋત્વિક રોશન પણ તેમની સાથે જોવા મળે છે. આ ગીત એ ધારણા પર ઝડબાતોડ પ્રહાર છે કે જે લોકો માને છે કે અંગ્રેજી કે બધું છે.