મુંબઈ : પ્રતિભા ક્યારેય છુપાવી શકાતી નથી. ત્યારે હવે સોશિયલ મીડિયા પણ મોટો ટેકો છે. જો કોઈની પાસે પ્રતિભા છે, તો તે જાહેરમાં જ નહીં પરંતુ ખ્યાતનામ વ્યક્તિઓને પણ પોતાની પ્રતિભા બતાવી શકે છે. હવે ટિક ટોક (Tiktok) પર આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે વિડીયો જોઈને ખુદ ઋત્વિક રોશન આશ્ચર્યચકિત થઈ ગયો છે. બધા જ જાણે છે કે, ઋત્વિક રોશન અભિનયની સાથે સાથે ડાન્સમાં પણ નિષ્ણાત છે. જ્યારે આ ટિક ટોક સ્ટાર માઇકલ જેક્સન શૈલીમાં ડાન્સ કરતો હતો, ત્યારે ઋત્વિક પણ તેના વિશે પૂછવા મજબુર બની ગયો હતો.
આ વીડિયો પોસ્ટ કરતાં ઋત્વિકે લખ્યું છે કે, સૌથી સ્મૂથ એરવલ્કર મેં જોયું છે. આ માણસ કોણ છે આ છોકરો આટલો સરસ ડાન્સ કરી રહ્યો છે કે તેની સાથે કોઈ પણ ડાન્સ કરી શકે. આ ટિક્ટોક સ્ટારનું નામ યુવરાજ સિંહ છે. તેના ટિક્ટોક એકાઉન્ટનું નામ @ babajackson2020 છે. તેના ઘણા વિડીયો ટિક્ટોક પર છે, જેને ચાહકો ખૂબ પસંદ કરે છે. તેના 1 મિલિયન ફોલોઅર્સ છે.
Smoothest airwalker I have seen. Who is this man ? https://t.co/HojQdJowMD
— Hrithik Roshan (@iHrithik) January 13, 2020