કાજોલ સ્ટારર આગામી વેબ સિરીઝ ધ ટ્રાયલઃ પ્યાર કાનૂન ઔર ધોખાનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. વીડિયોની શરૂઆતમાં કાજોલ કહેતી જોવા મળે છે. જ્યારે એક જ ભૂલનું વારંવાર પુનરાવર્તન થાય છે, ત્યારે તે ગુનો બની જાય છે. તે આ વેબ સિરીઝ દ્વારા ડેબ્યૂ કરી રહી છે. તેમના સિવાય શીબા ચઢ્ઢા, જીશુ સેનગુપ્તા, એલી ખાન, કુબ્બ્રા સૈત અને ગૌરવ પાંડે લીડ રોલમાં છે. શોનું ટ્રેલર સોમવારે રિલીઝ કરવામાં આવ્યું હતું, જેમાં દર્શકો માટે રસપ્રદ અને તીવ્ર નાટકની ઝલક આપવામાં આવી હતી. શ્રેણીમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે એડિશનલ જજ રાજીવ સેનગુપ્તાની લાંચના રૂપમાં સેક્સ્યુઅલ ફેવર લેવા બદલ ધરપકડ કરવામાં આવે છે. જે બાદ કાજોલ અને તેના બાળકો એકલા પડી ગયા છે. તેણીના જીવનને પાટા પર લાવવા માટે, કાજોલ ફરી એક વકીલ તરીકે તેની કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરે છે. અહીંથી વાર્તામાં ટ્વિસ્ટ શરૂ થાય છે.
વેબસિરિઝના શૂટિંગ વિશે વાત કરતાં કાજોલે કહ્યું કે અત્યારે ડિજિટલ યુગ છે. તેણે શૂટમાં ખૂબ જ મસ્તી કરી હતી. બધા અનુભવી લોકો છે. આ વેબસીરીઝ દ્વારા તેને કાયદાની ઘણી યુક્તિઓ શીખવાની તક મળી. જોકે સેટ પર તેમની સાથે એક વકીલ પણ હતો. આ વેબસિરીઝ 14 જુલાઈના રોજ ડિઝની હોટસ્ટાર પર રિલીઝ થશે.