મુંબઈ : સૈફ અલી ખાનના પુત્ર ઇબ્રાહિમ અલી ખાને પોતાનું પહેલું પ્રોફેશનલ ફોટોશૂટ કરાવ્યું છે. તેણે કપડાની બ્રાન્ડની જાહેરાત માટે શૂટ કારવ્યું છે. તેનું ફોટોશૂટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. ઇન્ટરનેટ પર, લોકો ઇબ્રાહિમને સૈફ અલી ખાનની કોપી (નકલ) કહી રહ્યા છે.
ફોટોશૂટમાં ઇબ્રાહિમ બ્લેક કલરની હૂડી પહેરેલો જોવા મળી રહ્યો છે. બીજા ફોટોમાં તે વ્હાઇટ પોલો નેકલાઇન ટી-શર્ટમાં જોવા મળ્યો હતો. તેને પ્રથમ નજરમાં ઓળખવું મુશ્કેલ છે કારણ કે તે એકદમ સૈફ જેવો દેખાય છે, સોશિયલ મીડિયા પર પણ આની ચર્ચા છે.
તે તેની બહેન સાથે મેગેઝિનના કવર પર જોવા મળ્યો હતો
તમને જણાવી દઈએ કે અગાઉ ઇબ્રાહિમ બહેન સારા સાથે એક મેગેઝિનના કવર પેજ પર જોવા મળ્યો હતો. મેગેઝિનના કવરમાં સારા અલી ખાન અને ઇબ્રાહિમ અલી ખાન પ્રખ્યાત ડિઝાઇનર્સ અબુ જાની અને સંદીપ ખોસલા દ્વારા રચાયેલ આકર્ષક પોશાકોમાં જોવા મળ્યાં હતાં. આ લુકમાં બંને ભાઈ-બહેન એકદમ ક્લાસી લાગ્યાં હતાં. આ પ્રથમ વખત હતો જ્યારે સારા અને ઇબ્રાહિમે એક સાથે એક મેગેઝિનના કવર પર તેમની હાજરી પુરાવી હતી.