મુંબઈ : બોલિવૂડ સ્ટાર્સે આઇફા એવોર્ડ્સ 2019 માં માહોલ જમાવી દીધો હતો. બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણને પણ આ પ્રસંગે ‘ચેન્નઈ એક્સપ્રેસ’ માટે વિશેષ એવોર્ડ મળ્યો હતો. હવે દીપિકા પાદુકોણનો એક ડાન્સ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેણે ધમાકેદાર પર્ફોમન્સથી ચાહકોનું દિલ જીતી લીધું છે. દીપિકા પાદુકોણનો આ ડાન્સ વીડિયો IIFA દ્વારા તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. લોકો તેનો આ વીડિયો ખૂબ પસંદ કરી રહ્યા છે.
દીપિકા પાદુકોણનો આ વીડિયો 2013 માં મકાઉમાં આયોજિત આઈફા એવોર્ડ સમારોહનો છે. જો કે આઇફાએ 4 દિવસ પહેલા આ વીડિયો શેર કર્યો હતો અને દીપિકા પાદુકોણના બેંગ ડાન્સ પરફોર્મન્સની ચાહકોને યાદ કરાવ્યું હતું. આઈફાએ પણ આ વીડિયો શેર કરીને કેપ્શન લખ્યું, “અમે આજે પણ દીપિકા પાદુકોણના પર્ફોમન્સને ભૂલ્યા નથી.” દીપિકા પાદુકોણના આ અભિનય પર ચાહકોની પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે.