મુંબઈ : ગાબા આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે રમાયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી અને અંતિમ ટેસ્ટમાં ભારતે ઓસ્ટ્રેલિયાને ત્રણ વિકેટે પરાજિત કર્યું હતું. આ સાથે ટીમ ઈન્ડિયાએ પણ આ ચાર મેચની શ્રેણી 2-1થી જીતી લીધી હતી. ગાબા ગ્રાઉન્ડ પર પ્રથમ વખત કોઈ ટીમે 300થી વધુ રનના લક્ષ્યાંકનો પીછો કર્યો છે. ભારતની આ જીત પર બોલિવૂડના કિંગ એટલે કે શાહરૂખ ખાને પણ ટીમ ઈન્ડિયાની પ્રશંસા કરી છે. તેણે કહ્યું કે ભારતની જીત જોવા માટે તે આખી રાતસુયો ન હતો.
શાહરૂખે ટ્વિટ કરીને કહ્યું, “આ જીત આપણી ટીમ માટે ખૂબ જ પ્રભાવશાળી રહી. મેચમાં કયો બોલ કેવો રંગ લાવશે, તે જોવા માટે આખી રાત સૂતો ન હતો.”
કિંગ ખાને એમ કહ્યું કે, “હવે અમે આરામથી સૂઈ જઈશું અને આ ઐતિહાસિક પળનો આનંદ લઈશું. આપણે આપણા છોકરાઓને તેમના પ્રેમ અને આ જીત દ્વારા સત્તા પર લાવવા માટેના તેમના મંતવ્ય માટે પ્રશંસા કરીએ છીએ. ચક દે ઇન્ડિયા.”
What an absolutely marvellous victory for our team!!! Stayed up all night to watch it unfold ball by ball. Now will sleep peacefully for a bit and savour this historic moment. Love to all our boys and greatly admire their resilience to power us through to this win. Chak De India!
— Shah Rukh Khan (@iamsrk) January 19, 2021