મુંબઈ : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝની પહેલી મેચમાં ભારતીય ક્રિકેટ ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. બુધવારે હેમિલ્ટન ખાતે રમાયેલી આ મેચમાં ભારત 4 વિકેટથી હારી ગયું હતું. તે જ સમયે, આ મેચમાં ધીમો ઓવર રેટને કારણે ભારતીય ક્રિકેટ ટીમને પણ આઇસીસી દ્વારા દંડ ફટકારવામાં આવ્યો છે.
હવે મેચ બાદનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ભારતીય ક્રિકેટ ટીમ મેચ હાર્યા બાદ મેદાનમાંથી પેવેલિયન પરત ફરતી જોઈને કેટલાક દર્શકો ‘અનુષ્કા ભાભી જિંદાબાદ’ ના નારા લગાવી રહ્યા છે. આ અવાજ સાંભળીને વિરાટ કોહલી થોડા સમય માટે અટકી જાય છે પરંતુ તે પછી કોઈ પ્રતિક્રિયા આપ્યા વિના પેવેલિયન તરફ આગળ વધે છે.
Don't have words?
Its weird yet too much funny? pic.twitter.com/KDNkFKaBZr— CrazyVirushkaHolic (@sassy_me22) February 5, 2020