નવી દિલ્હી: ભારતીય મૂળની પ્રિયા સેરાવએ ગુરુવારે રાતે મિસ યુનિવર્સ ઑસ્ટ્રેલિયાનો ખિતાબ તેના નામે કર્યો છે. પ્રિયા, જે વિવિધતા અને બહુસાંસ્કૃતિકતા વિશે જાગરૂકતા ફેલાવવા માંગે છે, તેણીએ ટાઈટલ જીતી લીધા પછી તેના પરિવાર અને મિત્રો સાથે ઉજવણી કરી રહી છે.
સિન્હુઆ સમાચાર એજન્સી અનુસાર, 26 વર્ષીય વિક્ટોરિયા સ્ટેટ પોલિસી સલાહકાર પ્રિયાએ મેલબર્નમાં ડઝનથી વધુ ફાઇનલિસ્ટને હરાવીને ગુરુવારની રાતે આ ખિતાબ જીત્યો હતો.
પ્રિયા આગામી વર્ષે સાઉથ કોરિયામાં યોજાનાર મિસ યુનિવર્સ સ્પર્ધામાં ઓસ્ટ્રેલિયાનું પ્રતિનિધિત્વ કરશે. પ્રિયાનો જન્મ કર્ણાટકના બેલમાનુમાં થયો હતો, પરંતુ તેણીએ મોટાભાગનું બાળપણને ઓમાન અને સંયુક્ત આરબ અમીરાતમાં વિતાવ્યું હતું. તેણી 11 વર્ષની વયે ઑસ્ટ્રેલિયા જતી રહી હતી.