મુંબઈ : દેશભરમાં નવા આઈફોન 11ને ખરીદવા માટે એપલ સ્ટોરની બહાર એક લાંબી લાઇન છે. આ ફોનને પોતાનો બનાવવામાં ફિલ્મી હસ્તીઓ પણ પાછળ રહી નથી. ફિલ્મ હસ્તીઓ આઇફોન 11 પ્રો મેક્સ (iPhone 11 Pro Max) તેમજ એપલ વોચ સિરીઝ 5 ની જોરદાર ખરીદી કરી રહી છે. આ હસ્તીઓ ઇન્સ્ટાગ્રામ પર નવા એપલ ડિવાઇસ સાથે લેવામાં આવેલી સેલ્ફી પણ શેર કરી રહી છે.
શાહરૂખ ખાનથી અભિષેક બચ્ચન અને માધુરી દીક્ષિતથી વીરેન્દ્ર સહેવાગ સુધી, ઇન્સ્ટાગ્રામ પર આઇફોન 11 પ્રો મેક્સ સાથે તેની સેલ્ફી શેર કરી છે. આઇફોન 11 પ્રો મેક્સ (64 જીબી)ની ભારતમાં 109,900 રૂપિયા છે, જ્યારે આઇફોન 11 પ્રો મેક્સ (256 જીબી) વેરિએન્ટની કિંમત 123,900 રૂપિયા છે.
શાહરૂખ ખાનના ઇન્સ્ટાગ્રામ પર 1.84 કરોડ ફોલોઅર્સ છે. તેણે આઈફોન 11 પ્રો મેક્સ સાથે પોતાની સેલ્ફી લીધી છે અને લખ્યું છે કે, આઇફોન 11 પ્રો હવે મેક્સ પર શુટ કરવામાં હવે કોઈ રાહ જોઈ શકતું નથી, તેનો 3 કેમેરા સેટઅપ અદ્ભુત છે.
અભિષેક બચ્ચને તેના પિતા સુપરસ્ટાર અમિતાભ બચ્ચનનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો અને લખ્યું કે આઇફોન 11 પ્રો મેક્સ દ્વારા આ પીક ક્લિક કરાયો છે. તેણે ટાઇગર, ટાઇગર, ટાઇગર, શોટ ઓન આઇફોન 11 પ્રો મેક્સ લખ્યું છે. ફિલ્મ ડિરેક્ટર અને નિર્માતા કરણ જોહરે પણ પોતાના નવા આઈફોન સાથે સેલ્ફી શેર કરી છે.
માધુરી દીક્ષિત નેનેએ એપલ સિરીઝ વોચ 5 અને નવા આઇફોન 11 પ્રો મેક્સ સાથે પોતાની સેલ્ફી શેર કટી છે. સોનમ કપૂરે પણ આઈફોન 11 પ્રો મેક્સની પ્રશંસા કરી છે. વીરેન્દ્ર સહેવાગે પણ આઈફોન 11 પ્રો મેક્સ સાથે પોતાની સેલ્ફી સોશ્યલ મીડિયા પર શેર કરી છે.
ઇન્સ્ટાગ્રામ પર આ આઇફોન સેલ્ફી પાર્ટીમાં ભાગ લેવા માટેના અન્ય કલાકારોમાં શાહિદ કપૂર, ઇલિયાના ડિક્રુઝ, ઇશાન ખટ્ટર, નિર્માતા અને ડિઝાઇનર ગૌરી ખાન પણ શામેલ છે.