મુંબઈ : બોલિવૂડનો સશક્ત અભિનેતા ઇરફાન ખાન લાંબા સમય પછી ફિલ્મ ‘અંગ્રેજી મીડિયમ’માં જોવા મળશે. લાંબા સમય સુધી તેના કેન્સરની સારવાર કર્યા પછી, તેના અભિનયનો જાદુ ફરી એકવાર પડદા પર છવાયો છે. તેની ફિલ્મ ‘અંગ્રેજી મીડિયમ’ નું ટ્રેલર હાલમાં જ રિલીઝ થયું છે.
આ ટ્રેલરમાં એક એવા પિતાની વાર્તા બતાવવામાં આવી છે જે પોતાની પુત્રીને લંડનમાં પ્રવેશ મળે તે માટે સખત મહેનત કરી રહ્યો છે. આ ટ્રેલર જોઇને તમે પણ કહેશો કે કેન્સર જેવી બીમારી પણ શક્તિશાળી અભિનેતાને નબળી કરી શકી નથી. જુઓ આ મજેદાર ટ્રેલર ..