બોલિવૂડની જોરદાર એક્ટ્રેસ કંગના રનૌત કોઈપણ મુદ્દે પોતાના મંતવ્યો જણાવવામાં જરાય શરમાતી નથી. તે પોતાના બેફામ નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે, જેના કારણે તે ઘણીવાર વિવાદોમાં પણ ફસાઈ જાય છે. પરંતુ કોઈપણ ડર વગર અભિનેત્રી બધું જ લોકો સમક્ષ મૂકે છે.
‘ઇમર્જન્સી’ ફિલ્મનું નિર્દેશન કરનાર કંગના રનૌત પોતાની વાતોમાં રાજકીય હસ્તીઓને સામેલ કરવામાં શરમાતી નથી. સમાચાર અનુસાર, કંગનાએ સ્પષ્ટતા કરી કે તે રાજકારણમાં આવવા માંગે છે કે નહીં. જો હા, તો તે કેટલા સમય સુધી આ કરી શકશે?
કંગનાએ કહ્યું કે તે ફિલ્મોના સેટ પરથી રાજકીય પક્ષો સાથે લડી ચુકી છે. “મારા દેશ માટે હું જે કરવા માંગુ છું તે કરવા માટે મને જગ્યા મળતી નથી,” તેણીએ કહ્યું. પરંતુ, જો હું રાજકારણમાં આવવા માંગુ છું, તો કદાચ મને લાગે છે કે આ યોગ્ય સમય છે.”
કંગના રનૌતની ફિલ્મ ‘ઇમરજન્સી’ આ વર્ષે 14 જૂને રિલીઝ થશે. આ ફિલ્મના દિગ્દર્શન ઉપરાંત તેણે તેમાં અભિનય પણ કર્યો છે. કંગના વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના રોલમાં જોવા મળશે.