રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની પુત્રી ઈશાની લગ્નની તૈયારી શરૂ થઈ ગઈ છે. આ માટે આખો પરિવાર રાજસ્થાનના ઉદયપુરમાં પહોંચી ગયો છે. ઈશાના લગ્ન પહેલા અંબાણી પરિવાર તરફથી ગરીબોની ‘અન્ન સેવા’ કરવામાં આવી રહી છે. જેમાં સાતમી ડિસેમ્બરથી 10મી ડિસેમ્બર સુધી દિવસમાં ત્રણ વખત ગરીબોને ભોજન કરાવવામાં આવશે. આઠમી અને નવમી ડિસેમ્બરના રોજ ઈશા અંબાણીનું પ્રી-વેડિંગ ફંક્શન છે.
અન્ન સેવા ઉદયપુરની નારાયણ સેવા સંસ્થાનમાં આયોજિત કરવામાં આવી છે. જેમાં 5,100 ગરીબોને ભોજપ કરાવવામાં આવશે. અન્ન સેવામાં મુકેશ અંબાણી, નીતા અન ઈશા અંબાણી સાથે આનંદ અને તેમના માતા-પિતા તેમજ સ્વાતી પીરામલ પણ ગરીબોને ભોજન કરાવતા નજરે પડ્યાં હતાં. ઈશા અને આનંદ પીરામલ 12મી ડિસેમ્બરના રોજ લગ્નના બંધનમાં બંધાશે.
ઈશાના પ્રીવેડિંગની સાથે સાથે અહીં ‘સ્વદેશ બજાર’ પણ લાગશે. જેમાં ભારતના અલગ અલગ પ્રદેશમાંથી 108 પારંપારિક ક્રાફ્ટ અને કલાનું પ્રદર્શન કરવામાં આવશે. સ્વદેશ બજારમાં દેશના અને વિદેશના અનેક મહેમાન ભાગ લેશે.