મુંબઈ : બૉલીવુડ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને અભિનેત્રી પરિનીતી ચોપરાની આવનારી ફિલ્મ ‘જબરિયા જોડી’નું ટ્રેલર રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા પર છવાયું છે. ફિલ્મના ટ્રેઇલરને જોઈને એવું કહી શકાય કે તે મજેદાર, જુસ્સાદાર અને દર્શકોને પોતાની સાથે જોડીને રાખનાર ફિલ્મ છે અને આ સાથે જ આ દહેજ અને વરરાજાના અપહરણના મુદ્દા વિશે પણ વાત કરે છે, જેનું ચલણ બિહારમાં છે. ફિલ્મના ટ્રેલરને જોતાં એવું પણ લાગે છે કે તે તમને હસાવવામાં તે સફળ રહી શકે છે.
વરરાજાનું અપહરણ
નિર્દેશક પ્રશાંત સિંહે અહીં જણાવ્યું હતું કે, “તે સાચું છે કે બિહારમાં વર્ષોથી ચાલતી પ્રથામાં એક છે વરરાજાનું અપહરણ. લોકો આ અંગે જાણે પણ છે, પરંતુ તે કોઈ નથી જાણતું શા માટે અપહરણ કરવામાં આવ્યું. એવું લાગે છે કે આ કેમ થઈ રહ્યું છે તે જાણવું ખૂબ રસપ્રદ બનશે. ” તેમણે આગળ કહ્યું, “સામાન્ય રીતે વરરાજા જે ભારે દહેજ માંગે છે તેનું અપહરણ કરવામાં આવે છે, તે દહેજ વિરોધી છે અને અમે તેને ખૂબ જ રમૂજી રીતે પ્રસ્તુત કર્યું છે.” ચાલો હવે વિલંબ વગર ફિલ્મ ટ્રેઇલર જોઈએ.
ફિલ્મના ટ્રેલર લોન્ચિંગના પ્રસંગે તમામ કાસ્ટ અને ક્રૂ હાજર હતા, જેમાં પરિણીતી, જાવેદ જાફરી અને ચંદન રોય સન્યાલનો સમાવેશ થાય છે. ફિલ્મ 2 ઑગસ્ટના રોજ રિલીઝ થશે. ઉલ્લેખનીય છે કે, સિદ્ધાર્થની છેલ્લી ફિલ્મ ‘અય્યારી’ એ કોઈ ખાસ બોક્સ ઓફિસ પરફોર્મન્સ બતાવ્યું નથી.