મુંબઈ : રિયાલિટી શો ‘બિગ બોસ 13’ માં રનર અપ રહી ચૂકેલા આસીમ રિયાઝ ટૂંક સમયમાં જૈકલીન ફર્નાન્ડીઝ સાથેના ગીતમાં જોવા મળશે. આ એક મ્યુઝિક વીડિયો હશે, જેમાં એક ખાસ હોળી સોંગનો સમાવેશ કરવામાં આવ્યો છે. સૌથી મહત્વની વાત એ છે કે આ હોળી ગીત ‘મેરે અંગને મે’નું રિમિક્સ વર્ઝન છે, જે અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘લાવારિસ’નું ગીત છે.
આ મ્યુઝિક વીડિયો 8 માર્ચે રિલીઝ થશે. જેક્લીને આ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ મ્યુઝિક વીડિયોને લગતી ઘણી તસવીરો શેર કરી છે. એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં તે આસીમ સાથે તલવારબાજી કરતી જોવા મળી રહી છે.