મુંબઈ : બિગ બોસ 13 રનર અપ આસીમ રિયાઝને શો છોડ્યા બાદ તેનો પહેલો પ્રોજેક્ટ મળ્યો છે. તે બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિઝ સાથે ટી-સિરીઝના મ્યુઝિક વીડિયોમાં જોવા મળશે. આસીમ જેક્લીન સાથે કામ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. તાજેતરમાં જ બંનેની ડાન્સની પ્રેક્ટિસ સમયની એક તસવીર પણ વાયરલ થઈ હતી.
હવે જેક્લીન ફર્નાન્ડિસે આસીમ સાથે કામ કરવા અંગેના પોતાના સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું કે – ‘હું પહેલી વખત આસીમ સાથે કામ કરવાને લઈને ઉત્સાહિત છું. આ મ્યુઝિક વિડીયો દરેક માટે વિઝ્યુઅલ ટ્રીટ હશે. અમે ઇચ્છીએ છીએ કે, આ વિડીયો લોકોને શક્ય તેટલી વહેલી તકે જાહેર કરવામાં આવે. મને તેના પર કામ કરવાનું ગમ્યું કારણ કે તે મારા માટે ઉત્કટ પ્રોજેક્ટ હતો.’