મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર 6 માર્ચે તેનો 23 મો જન્મદિવસ મનાવી રહી છે. જાહ્નવી કપૂરે હજી સુધી માત્ર એક જ ફિલ્મમાં કામ કર્યું છે અને એમ કહી શકાય કે તે બધાના દિલ પર રાજ કરી રહી છે. શ્રીદેવી અને બોની કપૂરની પુત્રી હોવાને કારણે જાહ્નવી બોલીવુડમાં પ્રવેશ પહેલા સોશિયલ મીડિયાની સેન્સેશન હતી. તેની અભિનય કુશળતા તે સ્ક્રીન પર દેખાયા બાદ પ્રેક્ષકો દ્વારા પસંદ કરવામાં આવી હતી. પરંતુ શું તમે જાણો છો કે જાહ્નવી નાનપણથી જ ડ્રામા ક્વીન રહી છે.
જાહ્નવી નાનપણથી જ ખૂબ તોફાની હતી અને તે તેની બહેન સાથે ખૂબ તોફાન કરતી હતી. જાન્હવીના જન્મદિવસ પર તેમના દ્વારા શેર કરેલી કેટલીક જૂની તસવીરો અને વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયોમાં જાહ્નવી ખુશી સાથે ડાન્સ કરતી અને મસ્તી કરતી જોવા મળી રહી છે. આ વીડિયો જાહ્નવીએ ખુશીના જન્મદિવસ પર શેર કર્યા હતા.