મુંબઈ : શ્રીદેવીની લાડલી દીકરી અને ‘ધડક’ ફિલ્મની એક્ટ્રેસ જ્હાન્વી કપૂર તેમના ફોટા અને વિડીયોને લીધે લાઈમલાઈટમાં રહે છે. જ્હાન્વીના જિમના ફોટા અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ રહે છે. હવે ફરી એકવાર તેનો સિઝલિંગ ડાન્સનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે.
જ્હાન્વી કપૂર વિડીયોમાં બેલી ડાન્સ કરતી નજરે પડે છે. ખાસ વાત એ છે કે જહાન્વી બેલી ડાન્સ કોઈપણ બોલીવુડ ગીત પર નહીં પરંતુ રિયાલિટી શો ડાન્સ દીવાનેના ટાઈટલ ટ્રેક પર કરી રહી છે. જહનાવીને બેલી ડાન્સ કરવાની ચેલેન્જ ધડકના ડાયરેક્ટર અને ડાન્સ દીવાનેના જજ શશાંક ખેતાને આપી હતી. જ્હાન્વી કપૂરનો બેલી ડાન્સ વિડીયો કોઈપણ નો દિવસ ખુશ બનાવવા માટે પૂરતો છે.
જ્હાનવીએ તેના ઇન્સ્ટગ્રામ સ્ટોરીમાં આ બેલી ડાન્સની વિડીયો શેર કર્યો છે. તેણીએ કૅપ્શન આપ્યું, “Belly dance warm up to #DanceDeewane. thankyou Shashank Khaitan for this challenge!!”