મુંબઈ : બોલીવુડ અભિનેત્રી જાહ્નવી કપૂર એક સારી અભિનેત્રીની સાથે ફીટનેસ ફ્રીક પણ છે. જાહ્નવીનો વર્કઆઉટ વીડિયો સોશ્યલ મીડિયા પર એકદમ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે તેના ખભા પર હેવી વેઇટ સાથે સ્ક્વોટ્સ કરતી જોવા મળી રહી છે. જાન્હવીએ બ્લુ કલરનું શોર્ટ્સ અને વ્હાઇટ કલરનો ટી-શર્ટ પહેર્યું છે.
જાહ્નવીનો વર્કઆઉટ વીડિયો વાયરલ
જાહ્નવીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ શેર કરવામાં આવી રહ્યો છે અને ચાહકોએ કોમેન્ટ બોક્સમાં વખાણ કર્યા છે. ઉલ્લેખનીય છે કે, જાહ્નવી ફક્ત 22 વર્ષની છે અને આ ઉંમરે તે પોતાની ફિટનેસથી માંડીને બ્યુટી સુધી અને અભિનયથી લઈને ડાન્સની આવડત સુધીનું બધું જ જાળવી રાખે છે. જાહ્નવીએ તેના કરિયરની શરૂઆત વર્ષ 2018 માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ધડક’થી કરી હતી. શશાંક ખેતાનના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મને મિશ્ર પ્રતિક્રિયા મળી હતી.