મુંબઈ : ભાજપના સાંસદ તેજસ્વી સૂર્ય તાજેતરમાં જ તેમના નિવેદનની સાથે ચર્ચામાં આવ્યા હતા. તેમણે શાહીન બાગમાં સિટીઝનશિપ એક્ટ (CAA) વિરુદ્ધ થઇ રહેલા ધરણા અંગે નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે, ‘જો બહુમતી સમુદાયના લોકો સજાગ ન થાય તો તે દિવસ દૂર નથી જ્યારે દેશમાં મુગલ શાસન શરૂ થશે’. તેજસ્વીના નિવેદન પર વિપક્ષી નેતાઓએ તીવ્ર પ્રતિક્રિયા આપી છે. આ સાથે જ પ્રખ્યાત પટકથાકાર અને ગીતકાર જાવેદ અખ્તરે પણ આ મામલે પોતાનો અભિપ્રાય આપ્યો છે.
જાવેદે ટ્વીટમાં કહ્યું, અમે લિબરલ્સ તમને બચાવીશું
ખરેખર ઇન્ડિયા ટુડેએ તેજસ્વી સૂર્યને લગતા આ સમાચાર પોસ્ટ કર્યા હતા. આ સમાચારના કોમેન્ટ બોક્સમાં જાવેદ અખ્તરે પોતાનો જવાબ આપ્યો છે. તેમણે લખ્યું, જો તમને મુઘલ શાસનથી ડર લાગે છે, તો હું એટીલા ધ હન અને ઈન્વેજન ઓફ વાઇકિંગ્સને લઈને કેટલા વધુ ડરેલા હશો. ચિંતા કરશો નહીં, અમે ઉદારવાદીઓ તમને બચાવીશું. ઉલ્લેખનીય છે કે, વાઇકિંગ્સ યુગના ઇતિહાસમાં એક સમય એવો આવ્યો છે કે જ્યારે કેટલાક ક્રૂર બંજારોને યુરોપ અને સ્કેન્ડિનેવિયન દેશોના ઘણા ભાગોમાં ત્રાસ આપતા તેમની પકડ મજબૂત બનાવવાની શરૂઆત કરી હતી.
If you are apprehensive about the return of the Mughal Raj I can’t even imagine how scared you must be of Attila the Hun and the invasion of Vikings . Don’t worry we the liberals will save you .
— Javed Akhtar (@Javedakhtarjadu) February 6, 2020
જાવેદની આ વાત પર તેજસ્વીએ પણ જવાબ આપ્યો છે. ટીપ્પણી કરતાં તેમણે લખ્યું, જાવેદ જી, ભગવાન ના કરે અને મુગલ રાજ પાછું આવે તો લિબરલોને પહેલા ફાંસી આપવામાં આવશે. તેમ છતાં તમે બચી શકશો, કારણ કે તમે તેમના ધર્મના જ છો.
Javed Ji, if the Mughal Raj ever returns (God forbid) the liberals will be the first to be sent to the gallows.
You may however be spared as a favour on a co-religionist.
— Tejasvi Surya (@Tejasvi_Surya) February 6, 2020