ફિલ્મ અભિનેત્રી જયા પ્રદાએ કેસરીયો ખેસ ધારણ કર્યો છે. તેઓ રામપુરના ભાજપના ઉમેદવાર હશે અને ગઠબંધનનાં ઉમેદવાર આઝમ ખાનને પડકારશે. ભાજપ સોમવારે સાંજે જયા પ્રદાના નામની જાહેરાત કરશે. અન્ય પરિવર્તનમાં જો જોઈએ તો કોંગ્રેસે હવે મરોહાના ઉમેદવાર તરીકે સચિન ચૌધરીને મેદાને ઉતારશે. આ અગાઉ તેણે રશીદ અલ્વીને ટિકિટ આપી હતી.
લોકસભાની ચૂંટણી પહેલાં મથુરાના બીજેપી ઉમેદવાર પ્રખ્યાત ફિલ્મ અભિનેત્રી હેમા માલિનીએ એક નિવેદન આપીને બધાને આશ્ચર્યમાં મુકી દીધા છે. તેમણે કહ્યું કે આ મારી છેલ્લી ચૂંટણી હશે. હેમા માલિનીનું આ નિવેદન મથુરા બેઠકમાં નોમિનેશન પેપર દાખલ કર્યાં પહેલા જ કરવામાં આવ્યું હતું.